UNION BANK RETIRED
EMPLOYEES' ASSOCIATION
Friends,
Ignoring retired employees in X BP Settlement
We forward here under a 'Write-up' in Gujarati prepared by Shri
Rajendra Karnik, Leader of Bank of Baroda Retirees settled at Surat.
If any recipient of our this e-mail does not know Gujarati, they may ignore this e-mail.
Yours sincerely,
B.G.Raithatha,
General Secretary
Wake up veterans!
THE EDITOR TRIED TO TRANSLATE THE FIRST SENTENCE TO ENGLISH as follows:-
THE DAY 25TH MAY 2015 was not merely a
black day for the Bank employees,
black day for the Bank employees,
but it was the 'most ferocious' black day
તમામ નિવૃત્ત બેન્ક કર્મચારીઓને તથા અન્ય ક્ષેત્રના તમામ નિવૃત્તોને,
જે મિત્રોને આ ઇમેલ મળે તેઓને નમ્ર વિનંતી છે કે તેઓ તેમના પરિચીત નિવ્રુત્તોને આ ઇમેલ જરૂર ફોરવર્ડ કરે. આભાર.
લાખો
નિવૃત્તોની વેદના કરોડોની થશે.
તા: ૨૫ ૫ ૨૦૧૫નો દિવસ ભારતના બેન્ક કર્મચારીઓ
માટેના ઇતિહાસમાં ફક્ત કાળો નહિં પણ અત્યંત વિકરાળ સ્વરૂપનું ભાવિ દર્શાવનારો કાળો
દિવસ હતો. અત્યાર સુધી થયેલા દસ દ્વિપક્ષિય કરારોના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના ઘટી કે બેન્કોમાં
નોકરી કરતા કર્મચારીઓના પગાર વધારા તથા
અન્ય સવલતો અંગેનો કરાર થયા પછી, આ કરાર સહી કરનાર બન્ને પક્ષોએ નિવૃત્તો અંગે જે
જે ચર્ચાઓ કરી હતી તેની એક રેકર્ડ નોટ બનાવી અને પોતપોતાની સહમતી બતાવી. આ એક
અત્યંત નુકશાનકારક દસ્તાવેજ પર બેન્કોના નવ મહામંડળોએ સહી કરી ભવિષ્યમાં નિવૃત્ત
થનારાઓને તો ક્યાંયના રાખ્યા નથી અને હાલના નિવૃત્તોને છેહ દીધાની કબુલાત કરી છે.
કારણ તમામ નેતાઓએ એવા વચનો આપ્યા હતા કે નિવૃત્તોની માંગણીઓ સ્વીકારાય નહીં તો અમે
દસમા દ્વિપક્ષિય કરાર પર સહી કરીશું નહીં, સી.પી.આઇના એક સંસદ સભ્યએ પણ પોતાની પત્ની બેન્ક કર્મચારી
હોવાને નાતે લાખો કર્મચારીઓની હાજરીમાં આવું વચન આપેલું. હવે, હાલના નિવ્રુત્તોની છેલ્લા દસ બાર વર્ષથી ચાલી
આવતી કાયદેસરની હક્કની માંગણી તથા અનેક
અદાલતોએ આપેલા ચુકાદાઓ તથા નામદાર સર્વોચ્ચ અદાલતે અનેક વખત દોહરાવેલા નિવૃત્તો
માટેના સન્માનિય શબ્દ કે પેન્સન એ ડીફર્ડ વેઇજ છે, કોઇ મહેરબાની નથીનો છેદ ઉડાડી,
આ બન્ને પક્ષોએ પેન્સનના કાનુની હક્કો, ફેમીલી પેન્સનની ગરીમાને લજવી એવા શબ્દનો પ્રયોગ કર્યો કે નિવૃત્તોની
પેન્સનના અપડેસનની માંગણી, ફેમીલી પેન્સનમાં સુધારાની માંગણી, કે સરકારી નિયમો
પ્રમાણે આપવા યોગ્ય મોંઘવારી ભથ્થમાં ૨૦૦૨ના નવેમ્બર માસ પહેલા નિવ્રુત્ત
થયેલાઓને જે વધારો આપવો પડે તેમ છે, તેને માટે કોઇ “ કોંટ્રાક્ચ્યુઅલ રીલેસનશીપ ડઝ નોટ એક્ઝીટ બીટવીન બેન્ક એન્ડ રીટાયરીઝ,” અને તેથી વેલ્ફેર મેઝર તરીકે
ફ્કત આ માંગણીઓ તપાસી શકાય. તમામ ક્ષેત્રના નિવૃત્તોએ આ અપમાન, વરિષ્ઠોની આ ક્રુર
મશ્કરી અત્યંત ગંભીરતાથી લેવા જેવી છે, અને આઇ. બી. એ. ના ચેરમેનને આવી બેજવાબદાર
રેકર્ડ નોટનો દસ્તાવેજ બનાવવા અંગે તત્કાલિક સસ્પેન્ડ કરવાને બદલે આ રેકર્ડ નોટ
જાહેરમાં ફરતી કરી છે. આની પાછળ એક છુપી દુર્ગંધ આવે છે, શું ભારત સરકાર ભવિષ્યમાં
પેન્સનને ડીફર્ડ વેઇજ તરીકેની વર્ષોની લડત પછી અપાયેલી માન્યતાને રહેમરાહે જેવા
નિમ્ન શબ્દમાં તબદીલ કરી, પછી રહેમરાહ બતાવવાની હવે શક્તી નથી, કહી નિવ્રુત્તોને
સામુહિક આત્મહત્યા માટે પ્રેરશે? વળી જે લોકો હાલ બેન્કોમાં નોકરી કરે છે તેઓએ પણ
સમજી લેવાની જરૂર છે કે આ કરાર તેમને ભવિષ્યમાં નુકશાનકારક જ સાબિત થનાર છે. કારણ
સાફ છે, ડીફર્ડ વેઇજ એટલે એક જુદી જાતનો પગાર, અને જ્યારે જ્યારે કર્મચારીઓનો પગાર
સુધરે ત્યારે જુદી જાતનો જે પગાર અપાય છે તે પણ સુધરવો જ જોઇએ, એ મુળભુત સિધ્ધાંતને
કાયમ માટે દફનાવનારી આ રેકર્ડ નોટ છે. મારી તમામ
નિવૃત્તોને વિનંતી છે કે તેઓ સંગઠીત થાય અને ભલે ઉમ્મર થઇ છે, મન મજબુત
રાખી ગાંધી ચીંન્ધ્યા માર્ગે સામુહિકરીતે આ ભયંકર અપમાનનો સામનો કરો, અને
સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આઇ. બી.એ.ને આદેશ આપે કે આ રેકર્ડનોટમાં
વપરાયેલા, “રહેમરાહે એટલે કે વેલ્ફેર મેઝર શબ્દ તત્કાલીક રદ કરાવે. અસ્તુ.!!
રાજેન્દ્ર કર્ણિક